રાજ્ય સરકારના ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ઘુષણખોરો સામે કરવામાં આવતી કાર્યવાહી અંતર્ગત રાજકોટ શહેર જિલ્લામા પણ પોલીસની અલગ અલગ ટિમો દ્વારા શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન શહેરમાંથી ગઈકાલે 4 મહિલા બાદ આજ વધુ એક બાંગ્લાદેશી મહિલા ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કરી રાજકોટમાં રહેતી હોવાનું સામે આવતા પોલીસે તેની સેમ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હજાઉ પણ 25 જેટલા શકમંદોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે.
એ જ રીતે જિલ્લામાં પણ પોલીસ તપાસ કરતા ઉપલેટા, જેતપુર, વીરપુર અને શાપરમાંથી એક-એક મળી કુલ 4 બાંગ્લાદેશી મહિલા ઘુષણખોરી કરી રાજકોટમા આવી મજૂરી કરત હોવાનું જણાવી રહી છે જેની ઊંડાણ પૂર્વક પુછપરછ કરી પોલીસ દ્વારા તમામને ડિપોર્ટ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા અઢાર પુરાવા તપાસી બાદ જ પરપ્રાંતીય કે અન્ય દેશના નાગરિકોને નોકરી પર અથવા ભાડે મકાનમાં રહેવા દેવા અપીલ કરી છે અને શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમા છેલ્લા એક વર્ષમાં કુલ 44 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે જેમાં 35 મહિલા, 6 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
સગીરાને ગર્ભવતી બનાવનાર 16 વર્ષનો સગીર ઝડપાયો આશરે આઠ માસ પહેલા જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ભેદી રીતે લાપતા થઇ હતી. જે મામલે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા સગીરાને કૌટુંબિક સગીર જ ભગાડી ગયાનું સામે આવ્યુ હતું. જે બાદ પોલીસે સગીરાને શોધી બાદમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવતા તેણીને સાત માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાને ભગાડી જઈ શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર બાળ કિશોરની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ કે.કે.ગોહિલ ટીમે હ્યુમન સોર્સના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પણ શોધી ભક્તિનગર પોલીસના હવાલે કર્યો હતો. હાલ ભક્તિનગર પોલીસે બાળ કિશોરનો કબ્જો મેળવી અપહરણના ગુનામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર બાળ કિશોર સગીરાથી ઉમરમાં નાનો હોવાનું અને કૌટુંબિક જ હોવાનું સામે આવ્યું છે.