જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બટોહી વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું. આ પછી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. પાણી અને કાટમાળ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો, જેના કારણે અનેક ઘરોને નુકસાન થયું. પ્રશાસન અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પહાડી ઢોળાવ નજીક રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં કોઈના ઘાયલ કે મૃત્યુ થયાના સમાચાર નથી.
બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ પહોંચી ગયું. આગામી 2-3 દિવસમાં તે ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ પહોંચવાની શક્યતા છે. ચોમાસું ઉત્તર-પૂર્વીય રાજ્યો અને બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં પણ આગળ વધી શકે છે. હવામાન વિભાગ અનુસાર, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે, મધ્યપ્રદેશમાં આજે વાવાઝોડા સાથે વરસાદ થયો.
દિલ્હી NCRમાં પણ વાવાઝોડું આવ્યું. ઘણી જગ્યાએ ગાડીઓ પર વૃક્ષો પડી ગયા. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 11 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી.