જિ.પં. સભ્યના પતિએ બંદૂક બતાવી યુવતી પાસે 20 લાખ માંગ્યા!

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં કચ્છ વિસ્તારની 20 વર્ષીય યુવતીનું સરધાર નજીક રહેતા યુવાને સામખિયાળીથી અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ રાજકોટ જિલ્લા પંચાયતના બેડી બેઠકના સભ્ય સુમીતાબેન ચાવડાના પતિ રાજેશ ચાવડા વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં બંદૂક બતાવી 20 લાખની માંગણી કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

હાલ પોલીસે યુવક તેના પિતા, ભાઈ અને રાજેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 30 મેના રોજ યુવતીના પરિવારજનો વિરૂદ્ધ યુવકના ભાઈએ ધોકા પાઈઓ વડે માર મારી ભાભીનું અપહરણ કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ભાઈ સાથે આજની ફરિયાદી યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રામ છૈયા સતત મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો 20 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં ધો.12 પછી બે વર્ષ નર્સિંગ કર્યું છે અને વર્ષ 2025ના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પટેલ હોસ્પિટલ ખાતે નોકરી કરી હતી. ત્યારબાદ ત્યાંથી નોકરી છોડી દીધી હતી. આજથી ત્રણ વર્ષ પહેલા હું માતૃશ્રી મૈયાબા દાદુભા પ્રભાતસિંહજી હાઇસ્કૂલ, રાજપરા ખાતે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, ત્યારે મારી સાથે અભ્યાસ કરતા રામ મુકેશભાઇ છૈયાની મારી ઉપર ખરાબ નજર હોય અને તે મારી સાથે વાત કરી મારા સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારબાદ મેં ધોરણ 12નો અભ્યાસ પૂરો કરીને ધ્રોલ, જામનગર ખાતે નર્સિંગ કરવા ગઈ હતી. ત્યાં મેં બે વર્ષ નસિંગ કર્યું અને સપ્ટેમ્બર મહિનામાં મારો અભ્યાસ પૂર્ણ થતા હું મારા વતનમાં આવી હતી.

મને ગાડીમાં બેસાડી કોરા કાગળ પર મારી સહી લીધી હતી તા. 6 જાન્યુઆરી 2026ના રોજ હું મહિલા નર્સિંગ કોલેજ ધ્રોલ ખાતે હું મારૂ રીઝલ્ટ લેવા એકલી ગઈ હતી અને આશરે 12 વાગ્યા આસપાસ હું રીઝલ્ટ લઇને નર્સિંગ કોલેજની બહાર નીકળી ત્યારે મારી આગળ એક ગ્રે કલરની મોટર કાર આવીને ઉભી રહી તેમાંથી રામ નીચે ઉતર્યો અને મારો હાથ પકડીને મને ગાડીમાં બેસાડી તે વખતે કોરા કાગળમાં મારી સહી લીધી હતી. ત્યારબાદ મારા ફોટા પાડ્યા હતા પછી મને રાજકોટ મૂકી જતા રહ્યા હતા અને હું એકલી મારા ઘરે પરત આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *