બેઝમેન્ટમાં રૂમ અને કિચન, ના કોઈ વેન્ટિલેશન, ના ઈમરજન્સી એક્ઝિટ

દિલ્હીની જે ફ્લરિશ સ્ટે હોટલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોના મોત થયા, તેનો માલિક નજીકમાં આવી જ બીજી બે હોટલ ચલાવી રહ્યો છે. લવકેશ બજાજની આ બંને હોટલોમાં બેઝમેન્ટની અંદર જ કિચન અને રૂમ છે. તેમાં ઇમરજન્સી એક્ઝિટ પણ નથી.

ફ્લરિશ સ્ટે હોટલ દિલ્હીના માલવીય નગરમાં છે. આ વિસ્તારમાં 400 થી 500 મીટરના વિસ્તારમાં 8 થી 10 હોટલ છે. તેમાંથી ત્રણ હોટલ ફ્લરિશ સ્ટે, ફ્લરિશ ઇન ગેસ્ટ હાઉસ અને ગ્રીન રેઝિડેન્સી, લોકેશ બજાજ એક પાર્ટનર સાથે મળીને ચલાવી રહ્યો છે. ત્રણેય હોટલ 100 મીટરના વિસ્તારમાં છે.

ફ્લરિશ ઇન ગેસ્ટ હાઉસ ઘટના સ્થળથી 100 મીટર દૂર છે. તેમાં બેઝમેન્ટની અંદર 5 રૂમ અને કિચન છે. અહીં કોઈ ફાયર એક્સટિંગ્વિશર મળ્યું નથી અને ન તો વેન્ટિલેશનની વ્યવસ્થા છે.

તેના બેઝમેન્ટમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક સાંકડો દરવાજો છે, જેમાંથી એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકે છે. ઇમરજન્સી એક્ઝિટની કોઈ વ્યવસ્થા નથી. એક વ્યક્તિના અવરજવર માટે કોરિડોર છે અને તેમાંથી જ રૂમમાં જવાનો રસ્તો છે.

બેઝમેન્ટ ઉપર 3 માળ છે. દરેક માળ પર 6-6 રૂમ છે. દરેક માળની બહાર બે-બે ફાયર એક્સટિંગ્વિશર લાગેલા છે, પરંતુ તે કઈ સ્થિતિમાં છે, તે કન્ફર્મ નથી. ઉપરના માળ પર પણ વેન્ટિલેશન નથી. બારીઓમાં ફિક્સ ગ્લાસ લગાવેલા છે, જેને ઇમરજન્સીમાં તોડવા સિવાય ભાગવાનો કોઈ રસ્તો નથી.

આખી હોટેલ ખાલી પડી હતી. અંદર કોઈ સ્ટાફ મળ્યો નહીં. હોટેલના એક રૂમમાં રોકાયેલા એક વૃદ્ધ મળ્યા, પરંતુ તેઓ વાતચીત કરવા તૈયાર ન થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *