રાજકોટમાં કાયદાના રખેવાળ જ બેદરકાર

રાજ્ય સરકારે દરેક મનપાને પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની કામગીરી સોંપી છે. જે પૈકી રાજકોટ મનપા દર વર્ષે લક્ષ્યાંક પૂર્ણ કરવા નવા એસેસમેન્ટ અને બાકીદારોને નોટિસ ફટકારે છે, છતાં મોટાભાગના વ્યવસાયકારો જરૂર હોય ત્યારે ટેક્સ ભરતા હોય તંત્રના કરોડો રૂપિયા ટેક્સ પેટે અટવાયેલા છે. જેમાં હવે 414 કાયદાના રખેવાળ કહેવાતા અનેક વકીલો પ્રોફેશનલ ટેક્સ ન ભરતા હોવાનું મનપાના વ્યવસાય વેરા વિભાગે જણાવ્યું છે.

રાજ્ય સરકારે પ્રોફેશનલ ટેક્સનો નિયમ 2006માં લાગુ કરેલો જેના અમુક વર્ષો સુધી લોકોને વ્યવસાયવેરાની ખબર જ ન હતી, પરંતુ મનપાના બજેટમાં અપાતા વ્યવસાયવેરાના વાર્ષિક લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તંત્રએ નાછૂટકે ઝુંબેશ શરૂ કરી હતી.

એસેસમેન્ટ થઇ ગયું હોય અને એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા ચાલુ વર્ષના અનેક એકમોને નોટિસ ફટકારાવામાં આવી છે. જેમાં ખાસ કરીને વકીલ તેમજ તેમની ફાર્મ સાથે સંકળાયેલા 8ને નોટિસ અપાઇ છે, જ્યારે 186 વકીલે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ટેક્સ ભર્યા વગર મનપાનું એક પણ કામ નહીં થાય

રાજ્ય સરકાર દ્વારા 2006થી વ્યવસાયવેરાની કમાન રાજકોટ મનપાને સોંપવામાં આવી છે, પરંતુ સ્ટાફના અભાવના કારણે વ્યવસાય વેરાની ઉઘરાણી સમયસર થઇ શકતી નથી. જેની સામે બજેટમાં દર વખતે 8થી 10 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવી રહ્યો છે.મિલકત વેરાની માફક વ્યવસાય વેરામાં તંત્ર દ્વારા સીલિંગ જપ્તી સહિતની કામગીરી થઇ શકતી નથી. ફકત પોલીસ ફરિયાદ થઇ શકે છે, પરંતુ તેમાં પણ અનેક અડચણો આવતી હોવાથી આજ સુધી એક પણ વ્યવસાયકારો વિરુદ્ધ ફરિયાદ થઇ નથી. આથી ઉઘરાણી માટે તંત્ર દ્વારા હવે ટેક્સ વિભાગમાં નામ ટ્રાન્સફર અથવા નવા બાંધકામની મંજૂરી સહિતના કામો માટે આવનાર અરજદારે છેલ્લા વર્ષનો વ્યવસાયવેરો ભર્યાની પહોંચ ફરજિયાત રજૂ કરવાનો નિયમ અમલમાં મૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *