બોલિવૂડનો ‘હીરો નં.1’ હાલમાં તેની આગામી ફિલ્મ અને કૉ-એક્ટ્રેસ સાથે વારંવાર દેખાવાના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ગોવિંદા ફરી કોમલ રાની સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. જેના પર તેની પત્ની સુનીતાએ તીખો પ્રહાર કર્યો છે.
સુનીતાએ કહ્યું કે, ‘ગોવિંદાને દીકરીની ઉંમરની છોકરી સાથે આ રીતે ફરવા પર થોડી શરમ આવવી જોઈએ.’ આ સાથે જ તેમણે કોમલના કપડાં પર પણ કટાક્ષ કર્યો. સુનીતાએ કહ્યું કે, ‘ફિલ્મ બન્યા વગર કોઈ પ્રમોશન થતું નથી.’
‘દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે છે’
સુનીતાને પાપારાઝીએ પૂછ્યું કે, ‘ગોવિંદા સર પ્રમોશન ખૂબ કરી રહ્યા છે ફિલ્મનું, ફરીથી કોમલ રાની સ્વર્ણકાર સાથે સ્પોટ થયા?’ આના પર તેમણે કડક શબ્દોમાં જવાબ આપ્યો. સુનીતાએ કહ્યું કે, ‘ફિલ્મ બન્યા પછી જ તેનું પ્રમોશન કરવામાં આવે છે, કોઈ પણ ફિલ્મ વગર આ બધું કરવાનો શું અર્થ છે?’
સુનીતા આહુજાએ માત્ર ગોવિંદા પર જ નહીં, પરંતુ તેની સાથે દેખાઈ રહેલી કોમલના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ‘જો તારા શુગર ડેડી આટલા અમીર છે, તો ઓછામાં ઓછા કપડાં તો સરખા પહેરવા જોઈએ.’
તેણે આગળ કહ્યું, ‘માણસનું પોતાનું એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.’ સુનીતાએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, લોકોએ જોવું જોઈએ કે તેઓ કઈ રીતે સ્ટાઈલ સાથે રહે છે. તેમણે આ આખી ઘટનાને ખૂબ જ ખરાબ અને હલકી વિચારસરણી ગણાવી.