દેરડીકુંભાજીમાં અખંડ ભારત સ્મૃતિ દીન ઉજવાયો

ગોંડલ 14 ઓગસ્ટને ‘અખંડ ભારત સ્મૃતિ દીન’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે, ગોંડલના દેરડીકુંભાજી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને શ્રી સરસ્વતી શિશુ મંદિર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ દિવસ 1947માં ભારતના વિભાજનની વેદના અને વિસ્થાપિત થયેલા લોકોની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો સંદેશ આપવાનો છે.

ઉજવણીના ભાગરૂપે, દેરડીકુંભાજીમાં શાંતિ મશાલ સરઘસ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ, સંઘના સ્વયંસેવકો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

મશાલ સરઘસ દેરડીકુંભાજી ગામના મુખ્ય બજારોમાંથી પસાર થયું હતું. તેનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં રાષ્ટ્રીય પ્રેમ અને સંસ્કારની ભાવના જાગૃત કરવાનો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *