સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થઈ ગયા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. હવે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. મતગણતરી પહેલા કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ હતી.
ભાજપ 2021ની ફરી ભવ્ય જીત મેળવી છે. જ્યારે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર શાસનમાં આવ્યા છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે.
ભાજપે 2021 જેવો જ વિજય મેળવ્યો છે. આ વખતે પણ 100 ટકા મનપા કબ્જે કરી છે. જ્યારે 95 ટકા નગરપાલિકા, 97 ટકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો જીતી છે. જ્યારે 2021માં 100 ટકા જિલ્લા પંચાયત, 100 ટકા મનપા, 93 ટકા નગરપાલિકા અને 86 ટકા તાલુકા પંચાયત જીતી છે. હાલ 97 ટકા સાંસદ અને 90 ટકા ધારાસભ્યો પણ છે.આમ આ વખતે ગત વખત કરતા પણ મોટો વિજય મેળવ્યો છે.
2027ની વિધાનસભા 2022 કરતા પણ મોટો વિજય મળી શકે આ પરિણામોની સીધી અસર 2027ની વિધાનસભા ચૂંટણી પર થશે એટલે કે ફરી સત્તા તો મળશે જ પણ 2022ની વિધાનસભા કરતા પણ જ્વલંત વિજય મળે તો નવાઈ નહીં. જો કોઈ નવી રાજકીય ઉથલ પાથલ કે મુદ્દો ન નડે તો 2027માં ભાજપ 160થી વધુ સીટ મેળવે તેવી પૂરી શક્યતા છે.