હારિજમાં આ વખતે કોંગ્રેસે જિલ્લાની‎એક અને તા. પં.ની પાંચ બેઠકો ગુમાવી‎

હારિજ તાલુકામાં જિલ્લા પંચાયતની 3 બેઠકો વાઘેલ માંકા અને રોડા જેમાં ભાજપે 2021 ની ગત ટર્મમાં વાઘેલ જિલ્લા પંચાયત ગુમાવી હતી જે જંગી 4663 મતોની સરસાઈ થી વિમળાબેન સોલંકી વિજેતા બન્યા છે.જ્યારે રોડા પર પણ ભાજપા વિજયી બન્યું છે.માંકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બીજેતા બનતા જિલ્લા પંચાયત 2 ભાજપા અને એક કોંગ્રેસ ના ફાળે ગઈ છે.15 બેઠકો પૈકી ભાજપને 13 અને 2 કોંગ્રેસના ફાળે બેઠકો ગઈ હતી.

હારિજ તાલુકા પંચાયતની કુલ 15 બેઠકોમાં ગત ટર્મની કોંગ્રેસના ફાળે ગયેલી બેઠકો પર ભાજપાએ મોટી લીડથી બેઠકો કબજે કરવામાં મેદાન માર્યું છે.જેમાં શોમાવ, તંબોડીયા, બોરતવાડા,દુનાવાડા,કા તરા,અને સરવાલ બેઠકો કોંગ્રેસે ગુમાવી છે.જ્યારે ગત ટર્મની માંકા તાલુકા પંચાયત બેઠક ભાજપા જોડેથી કોંગ્રેસ વિજેતા બની શક્યું છે. ગત ટર્મમાં 7 બેઠકો કોંગ્રેસના ફાળે હતી અને 8 બેઠકો ભાજપા વિજેતા બન્યું હતું જેમાં 2026 ની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2 બેઠકો પર વિજયી મેળવી શક્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર 15 મતથી જીત્યા માંકા તાલુકા પંચાયત બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણજી ઠાકોર માત્ર 15 મતોથી વિજયી બન્યા હતા.જેમની ડીજે ના તાલે વિજય સરઘસ નીકળવામાં આવ્યું હતું. આગઝરતી ગરમીમાં ઉમેદવારોના ટેકેદારો પોલીસ સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

વાંસા તાલુકા પંચાયત બેઠકની ગણતરીમાં ભાજપાના ઉમેદવાર સુરેશભાઈ વ્યાસ માત્ર 20 મતો થી વિજયી બનતા કોંગ્રેસના ઉમેદવારે ફરીથી મતગણતરીની માંગ કરતા ફરીથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી પણ કોઈ ફેરફાર નહી થતા કોંગ્રેસના ઉમેદવાર અનારજી ઠાકોરે હાર સ્વીકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *