દારૂ પકડાવ્યાની શંકાએ તલવાર-ધારિયાથી હુમલો: ગરુડ ગરબી ચોકમાં ધમાલ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂના જથ્થા અને તેના સંબંધિત વિવાદો વચ્ચે હિંસક બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી રિક્ષા ઝડપી લેતાં બાતમી આપ્યાની શંકાએ ચાર શખ્સે સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધારિયાથી હુમલો કરતાં બે કૌટુંબિક ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

રામનાથપરા વિસ્તારના સાકીરીખાન હમીદખાન યુસુફીને રાત્રે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, દારૂના કેસમાં પકડાયેલા બિલાલ મામલે ગરુડ ગરબી ચોક ખાતે સમાધાન માટે ટીકુ પઠાણ, તેનો ભાઈ ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર ભેગા થવાના છે. જેથી સાકીરીખાન ત્યાં પહોંચ્યો હતો.

ચારેય શખ્સ વાહનોમાં તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને નોઇનખાન સાથે ગાળો આપી મારકૂટ શરૂ કરી હતી. વચ્ચે પડેલા સાકીરીખાનને પણ નિશાન બનાવી તેના પગમાં ધારિયા અને તલવારના ઘા ઝીંકી દેતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

વધુ હુમલો ટાળવા માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદ આધારે ટીકુ પઠાણ, ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *