રાજ્યભરમાં અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્નો યોજાયા હતા, જેની સીધી અસર ST નિગમની તિજોરી પર થઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બસ હાઉસફૂલ દોડી, પરંતુ તેનાથી વધુ 30 એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી.
રાજકોટ ડિવિઝનને અખાત્રીજના દિવસે રૂ.73 લાખથી વધુની જંગી આવક થઈ છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ રૂ.13 લાખ વધુ છે. આગામી દિવસોમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે 100 જેટલી વધારાની બસ દોડાવાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ 1 એપ્રિલથી આચારસંહિતા લાગુ હોવા છતાં એસ.ટી. નિગમમાં તેનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ બસપોર્ટ પર જોવા મળેલી કેશોદ ડેપોની બસ (GJ-18-ZT-3040) માં દરવાજાની સામે જ PM અને CMની તસવીરો તથા મુસાફરો માટેના હેન્ડલ પર સરકારી જાહેરાતો હજુ પણ યથાવત્ છે.