અમદાવાદમાં 427 ફોર્મ રદ્દ થતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં, સુરત-રાજકોટમાં કોંગ્રેસે શરૂ કર્યું ‘મિશન અજ્ઞાત’

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 427 ફોર્મ રદ્દ થયા છે અને 3 ફોર્મ પરત ખેંચાતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, સૌથી વધુ 24 ફોર્મ વસ્ત્રાલ વોર્ડમાંથી રદ્દ થયા છે.

વડોદરા અને સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા પક્ષને મોટો ફટકો પડ્યો ચકાસણી પ્રક્રિયા દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએ રાજકીય ખેંચતાણ અને વિવાદો પણ જોવા મળ્યા હતા. સુરત કલેક્ટર કચેરી ખાતે વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એકબીજાના પક્ષના ખેસ પહેરાવવા અને અપમાનિત કરવા જેવી ઘટનાઓ બની હતી. વડોદરા અને સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા પક્ષને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના ધારાસભ્યની હાજરી મુદ્દે NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો.

ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના ‘નિલેશ કુંભાણી’ જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *