પંપ, બેરિંગ, ઓટોપાર્ટસ, કીચનવેર અને હાર્ડવેર સહિતની વસ્તુઓના ઉત્પાદનમાં રાજકોટના ઉદ્યોગોનો દબદબો છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટમાં બનતા સબમર્સિબલ પંપ પર GSTનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા, કોઈપણ પોર્ટ પર એન્જિનિયરિંગ એક્સપોર્ટ પાર્ક બનાવવા સહિતની 6 માગણી રજૂ કરવામાં આવી છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના પ્રમુખ અને અન્ય હોદ્દેદાર સાથે ભાસ્કરે વાતચીત કરી ઉદ્યોગકારોનો મત જાણ્યો હતો.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે આ વખતનું બજેટ ખાસ રહેશે, ગત વર્ષે USA દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગ સેકટરને એક તરફ માર પણ પડ્યો હતો. એક્સપોર્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો, પરંતુ બીજી તરફ GSTનું રિફોર્મેશન થયું તેનો સીધો ફાયદો અને લાભ પણ ઉદ્યોગપતિઓને મળ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં જ્યારે બજેટ આવે ત્યારે રાજકોટ સાથ સંકળાયેલા એવા સબમર્સિબલ પંપ ઉપર છે, GST દર છે એને ઘટાડી 5% સુધી કરી દેવામાં આવે ઓેવી અમારી માગ છે.