વિદ્યાર્થીનીએ અભ્યાસના ટેનશનમાં ફિનાઈલ પીધું

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર કેદારનાથ ગેઇટ નજીક રહેતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ અભ્યાસના ટેન્શનમાં ફિનાઇલ પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને કરતા પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ધોરણ 9માં અભ્‍યાસ કરતી હોવાનું અને અભ્‍યાસનું ટેન્‍શન આવતા ફિનાઇલ પી લીધું હોવાનું સામે આવ્યું હતું.

પરિણીતાએ ઘરકંકાસના કારણે એસિડ પીધું

જયારે બીજા બનાવમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતી મુન્‍નીબેન સાહિલભાઇ પરમાર (ઉ.વ.24) નામની પરિણીતા એસિડ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસમાં તેણીના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું હતું અને તેને સંતાનમાં એક દિકરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પરિણીતાએ ઘરકંકાસના કારણે પી લીધાનું સામે આવ્યું છે.

યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

ત્રીજા બનાવમાં રાજકોટ મોરબી હાઇવે પર કાગદડીના પાટીયા પાસે રહી છુટક મજૂરી કરતાં જગદીશભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.35) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે કુવાડાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેને સંતાનમાં એક દિકરો હોવાનું અને પત્‍નિ રિસામણે હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *