કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં યુવાન પર હુમલો

રાજકોટના ઢાંઢણી ગામે કૌટુંબીક ભાભી સાથે પ્રેમસંબંધ હોવાથી યુવક 14 ઓગસ્ટની રાત્રે તેણીને મળવા ઘરે પહોંચ્યો હતો. આ સમયે પરિણીતાના પરિવારને જાણ થતાં યુવકને પકડીને બોલાચાલી બાદ માર માર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસમાં હુમલાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રેમસંબંધ અને રાત્રિ મુલાકાત દરમિયાન હુમલો અલ્પેશભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી કૌટુંબીક ભાભી સાથે પ્રેમસંબંધ હોવાથી બંને વચ્ચે વાતચીત તથા મુલાકાત થતી હતી. 14 ઓગસ્ટની રાત્રે તેઓ પ્રેમીકાને મળવા તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન ઘરના સભ્યોને જાણ થતાં લોખંડના સળિયા વડે માથાના ભાગે માર માર્યાનો આક્ષેપ છે.

પરિવારજનોનો માર મારી ધમકી આપ્યાનો આરોપ પરિણીતાના પતિએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે સાસુ અને નણંદે ગાલ પર ફડાકા માર્યા હતા. સળિયાના ઘા વાગતાં માથામાંથી લોહી નીકળતાં પરિવારના અન્ય સભ્યએ વચ્ચે પડી છોડાવ્યો હતો. બાદમાં યુવકને પરિવારજનો ઘરે લઈ જતા પુંજાભાઈ તથા મુકેશે ફરી ઘરે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પોલીસ યુવકને સ્ટેશન લઈ ગઈ, ગુનો દાખલ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. માથામાં થયેલી ઇજાને પગલે ડ્રેસિંગ કરી પાટો બાંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે યુવકે પુંજાભાઈ, મુકેશ સહિતના પરિવારજનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *