રાજકોટ-જેતપુર સિક્સલેનની કામગીરી જાન્યુઆરી 2027માં પૂર્ણ કરવાનો દાવો

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યો છે, કારણ કે આ હાઈવેનું કામ કાચબાથી પણ ધીમી ગતિએ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. આ માટે કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ અને પેનલ્ટી આપવા છતાં પણ આજે ગોકળગતિએ કામ થઇ રહ્યું છે.

1,204 કરોડના ખર્ચે 67 કિલોમીટરના આ હાઈવેનું કામ ઓગસ્ટ 2022થી શરૂ થયું જે જૂન 2024 સુધી પૂર્ણ કરવાનું હતું. જો કે આ પછી એક નવી તારીખ આપી સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થશેનો દાવો કરવામાં આવ્યો હતો જે પણ પૂર્ણ ન થતા આજે હવે જાન્યુઆરી 2027 સુધી આ કામ પૂર્ણ કરવા દાવો કરાઈ રહ્યો છે, પરંતુ આ પણ કદાચ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 3 વર્ષના અંતે આ પ્રોજેક્ટનું કામ માત્ર 52% જ પૂર્ણ થયું છે જ્યારે બાકીનું 48% કામ એક વર્ષમાં પૂર્ણ થઇ શકે તેવી કોઈ શક્યતા જોવામાં આવી રહી નથી. જો કે આ દાવા પછી એક વાત તો સ્પષ્ટ થઇ છે કે આ હાઇવે પરથી દરરોજ પસાર થતા 2.50 લાખ વાહનચાલકોને હજુ પણ આ જ રીતે હાલાકીનો સામનો જરૂર કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *