ધો. 10-12 અને ITI પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં 125 જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય નિયામક હિમાંશુ જોષીના જણાવ્યા અનુસાર, ડિઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન, ફીટર અને કોપા જેવી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રક મેળવવા માટે નિગમની વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ 12/01/2026 છે અને કચેરીના સમય દરમિયાન 11:00 થી 14:00 કલાક સુધી ફોર્મ મેળવી શકાશે.

એપ્રેન્ટીસ તરીકે તાલીમ ન લીધી હોય તેવા ઉમેદવારો જ પાત્ર ગણાશે આ ભરતી માટે વયમર્યાદા 18થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતમાં કોપા માટે 12 પાસ અને ITI, જ્યારે અન્ય ટ્રેડ માટે 10 પાસ સાથે ITI પાસ હોવું અનિવાર્ય છે. ઉમેદવારોએ apprenticeshipindia.org પોર્ટલ ઉપર 100% પ્રોફાઈલ પૂર્ણ કરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અરજીપત્રકમાં મોબાઈલ નંબર અને આધારકાર્ડ નંબર ફરજીયાત છે. અગાઉ ક્યાંય એપ્રેન્ટીસ તરીકે તાલીમ ન લીધી હોય તેવા ઉમેદવારો જ પાત્ર ગણાશે. ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.

ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોર્પોરેશનમાં કામ કરવાની તક, ‘સ્વચ્છ TULIP’ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ રાજકોટનાં વિદ્યાર્થીઓને મનપામાં કામ કરવા માટેની તક મળશે. મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ગ્રેજ્યુએટ થયેલા છાત્રો માટે ‘સ્વચ્છ TULIP’ ઈન્ટર્નશીપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત યુવાનોની ભાગીદારી વધારવા માટે ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પ્રેરિત આ અર્બન લર્નિંગ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ સરકારી વિભાગોમાં ટેકનિકલ અને વહીવટી કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *