20 કિ.મી. મુખ્ય મથકની અંતર 70 % 5000 વસ્તી કનેક્ટિવિટી માર્ગ સાક્ષરતા સરપંચ કેશુભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માટે તેઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ગ્રાન્ટ મળી નથી. પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ હોવા છતાં શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડે છે તાત્કાલિક સરકારને શિક્ષકો ફાળવવા સરપંચ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
જામકંડોરણા જામકંડોરણાના દડવી ગામે પ્રાથમિક સુવિધા બાબતે કોઇ જ કમી નથી. જેમકે દવાખાનું, પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ, આંગણવાડી, નાઇટ હોલ્ટ કરતી બે એસટી બસ, દુધ ઉત્પાદન સહકારી મંડળી, ખાતર વેચતી મંડળી સહિતની તમામ સુવિધા છે. અહીંના લોકો ખેતી સાથે મુખ્ય વ્યવસાય સંકળાયેલા હોય અને રાજકોટ જામનગર સુરત જેવા સીટીમાં 10% લોકો સ્થળાંતર થયેલા છે. હાલમાં અહીં પટેલ, દરબાર, ખાંટ, ભરવાડ અનુ.જાતિના લોકો અહીં રહે છે
એક લોકવાયકા પ્રમાણે આ દળવી ગામ પ્રથમ નાગ મંડલા ડુંગર ઉપર વસેલું હતું બાદમાં ભોમેશ્વર મહાદેવ જયા હાલ પ્રેમાનંદ બાપુનો આશ્રમ આવેલો છે એ જગ્યાએ વસેલું હતું બાદમાં માદેડી નામથી ખીજડીયા અને ખરેડી ના સીમાડે જે મહાદેવના મંદિર પાસે વસેલું બાદ અહીં જે આજે દળવી ગામ આવેલું છે ત્યાં આવીને વસ્યું. તમામ જગ્યાએ આજે પણ જમીનમાં પાયા બાંધેલા અને બાંધકામ આવેલા છે. રામેશ્વર મહાદેવ મંદિર ગામના વિસ્થાપિત થયા બાદ શિવલિંગ ઉપર રાફડો થઈ ગયું હતું,