20 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રનો 13 ઓગસ્ટના રોજ છેલ્લો દિવસ છે. ત્રણ અઠવાડિયા દરમિયાન સંસદની કાર્યવાહી વિપક્ષના સતત હોબાળાને કારણે પ્રભાવિત રહી છે.
વિપક્ષ દિલ્હીમાં 20 જુલાઈના રોજ જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જના મુદ્દે ગૃહમંત્રીના જવાબની માંગ કરી રહ્યો છે.
સરકારે સોમવારે કહ્યું કે અમિત શાહ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. જોકે, રાહુલે કહ્યું કે આપણે શાહનો અભિપ્રાય સાંભળવો નથી, પરંતુ એ જાણવું છે કે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો હતો.
આ તરફ, લોકસભામાં આજે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સાથે સંકળાયેલા કેશ કાંડનો તપાસ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, સરકાર ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, 2026ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) ને મોકલવા માટે તૈયાર છે. આજે આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
આ બિલ આ વર્ષે 25 માર્ચના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં દેશમાં બિન-સરકારી સંગઠનો (NGOs) અને વિદેશી ભંડોળ પર સરકારની કડક દેખરેખનો પ્રસ્તાવ છે.