હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલે કે, 30 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે.
આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.