મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે–બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા 31 ઓક્ટોબર, 2025થી 10 નવેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. કોચ વધારાનો હેતુ વધતા મુસાફરોની સંખ્યા ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મુસાફરોને આરામદાયક અને સરળ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
અન્ય સમાચાર રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ટીપી શાખામાં ભ્રષ્ટાચારના બોમ્બ ફુટયા હતા. જેને લઈ હાઇરાઇઝ અને લોરાઇઝ બિલ્ડીંગમાં પ્લાનમાં નહીં દર્શાવાતા ફલાવર બેડ અને કબાટની `ફ્રી’ જગ્યા સાથે કમ્પલીશન આપવાનું તત્કાલીન કમિશ્નર દેસાઈએ બંધ કરીને સરકારનો અભિપ્રાય લેતા હજારો ફ્લેટના બીયું પરમિશન અટકી ગઇ હતી. જે અંગે સરકારમાં વારંવાર રજૂઆતો બાદ દિવાળી પૂર્વે સરકારે બિલ્ડરોને રાહત આપતો નિર્ણય લીધો હતો. જેમાં વધારાના બાંધકામને ઇમ્પેકટની જેમ રેગ્યુલર કરવાનું જાહેર કરાયું હતું. જો કે, રાજકોટ મનપા અને રૂડા તેનો કયારે અમલ કરશે એવી રાહ બિલ્ડરો જોઇ રહ્યા છે, પરંતુ કચેરી દ્વારા હજુ કોઇપણ જાહેરાત કરાઈ નથી. જોકે બિલ્ડર એસો. દ્વારા ગાંધીનગર કરેલી તપાસમાં 1-1-2024 પહેલાના પ્લાન પાસ બિલ્ડીંગને તેનો લાભ મળશે તેવું જાણવા મળ્યું છે. ફલાવર બેડના જેટલા સ્કવેર ફુટ હોય તેને જંત્રીના દર મુજબ ફી સાથે ગુણીને કોર્પોરેશન અને રૂડામાં ફી ભરવાની થશે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા 14 હજાર જેટલા ફ્લેટને તેનો લાભ મળશે.