આજે રાજ્યના 19 જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં ગુરુવારે 150થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ 19 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે 3 જુલાઈએ હવામાન વિભાગે રાજ્યના 19 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, ઉદેપુરમાં પણ છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુરુવારે 150થી વધુ તાલુકામાં વરસાદ રાજ્યમાં ગુરુવારે 150થી વધુ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી હતી. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં 10-10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *