સરકારી શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર

રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. કમિશનર શાળાઓની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને પત્ર પાઠવી જિલ્લા કક્ષાએ ઓફલાઇન આંતરિક ફેરબદલી કેમ્પ યોજવા સૂચના આપી છે.

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 4 જુલાઈ સુધીમાં જિલ્લાની તમામ ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવાની રહેશે. ત્યારબાદ 7 જુલાઈ સુધીમાં બદલી ઇચ્છુક શિક્ષકો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજીઓના આધારે 10 જુલાઈના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર થશે, જ્યારે 13 જુલાઈ સુધીમાં વાંધા-અરજીઓ સ્વીકારવામાં આવશે. વાંધાઓના નિકાલ બાદ 14 જુલાઈએ અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને 16 જુલાઈના રોજ જિલ્લા આંતરિક બદલીના હુકમો કરવામાં આવશે.

શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓને પારદર્શક અને મેરિટ આધારિત પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી છે. જિલ્લા કક્ષાએ યોજાનારા આ બદલી કેમ્પમાં શિક્ષકોને નિયત નિયમો અને માર્ગદર્શિકા મુજબ પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે. વિભાગે સમયમર્યાદાનું કડક પાલન કરવા સાથે સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા DEO અને DPEOને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *