નેશનલ લૉ યુનિ.માં પ્રવેશ માટે 1 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન થશે

નેશનલ લૉ યુનિવર્સિટીઓના કન્સોર્ટિયમ દ્વારા કોમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT) 2026 માટેની મહત્ત્વપૂર્ણ તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 7 ડિસેમ્બર, 2025ના રવિવારે આ પરીક્ષા પેન-પેપર (ઓફલાઇન) મોડમાં બપોરે 2થી 4 વાગ્યા વચ્ચે યોજાશે. CLATની ઓફિશિયલ વેબસાઇટ પર સંબંધિત નોટિસ મુકી છે. CLAT-2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે.

આ પરીક્ષા દેશભરની 24 નેશનલ લૉ યુનિવર્સિટીઓમાં એલએલબી (UG) અને એલએલએમ (PG) કાર્યક્રમોમાં પ્રવેશ માટે લેવાય છે. CLAT-2026 અંગેનું સંપૂર્ણ નોટિફિકેશન, સિલેબસ, પરીક્ષા પેપરનું પેટર્ન અને ફીની માહિતી CLATની વેબસાઇટ પર ટૂંક સમયમાં મુકાશે.

આ માટેની લાયકાત પણ નક્કી કરીછે જેમાં UG કોર્સમાં ધો.12 પાસ હોવું જોઈએ. જનરલમાં ઓછામાં ઓછા 45% અને રિઝર્વ કેટેગરી માટે 40% માર્ક્સ ફરજિયાત છે. PG કોર્સમાં LLB ડિગ્રી સાથે જનરલ માટે 45% અને SC/ST/PwD માટે 40% માર્ક્સ હોવા જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *