ગોંડલમાં આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ગોંડલ એ ડિવિઝન પોલીસ મથકે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ગરબી મહોત્સવના આયોજકો હાજર રહ્યા હતા.
નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
આ બેઠકમાં ગોંડલ સિટી બી ડિવિઝન પીઆઈ જી.એસ. ગઢવી અને ગોંડલ સિટી પીઆઈ જે.આર. ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની સાથે ગરબી આયોજકો, આગેવાનો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.