ઉપલેટાની મોજ નદીમાં ત્રણ યુવાન ડૂબ્યા, ફાયર સહિતની ટીમ ઘટનાસ્થળે

ઉપલેટા ખાતે મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમમાં ત્રણ યુવક કોઇ કારણોસર ડૂબવા લાગ્યા હતા. જે ઘટનાની જાણ સંબંધિત તમામ તંત્રને કરવામાં આવી હતી અને તાબડતોબ ઉપલેટા તાલુકા કંટ્રોલ રૂમે એનડીઆરએફ,પાલિકા કચેરી, મેડીકલ ટીમ, પોલીસ સ્ટેશનને આખી બીનાની જાણ કરી હતી અને તરવૈયાઓ સાધન સામગ્રી સાથે દોડ્યા હતા અને મોજ નદીના પાણી ડહોળવાનું શરૂ કર્યું હતું.

હોડી, ડીપડાઈવીંગ ટીમની મદદ થી ડૂબતા ત્રણેય યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બહાર લાવી જરૂરી સારવાર આપવામાં આવી હતી. જો કે બાદમાં મોકડ્રીલ જાહેર કરાતાં સંબંધિત તમામ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *