અમેરિકામાં ભારતીય મૂળના એક ડૉક્ટર પર જાતીય શોષણ અને તબીબી છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, અમેરિકાના ન્યુ જર્સીના 51 વર્ષીય ડૉ. રિતેશ કાલરા ગેરકાયદેસર દવાઓના બદલામાં ડ્રગ વ્યસનથી પીડાતા દર્દીઓ પાસેથી સેક્સની માંગ કરતો હતો.
કાલરા પોતાનું ફેર લોન ક્લિનિક ‘પિલ મિલ’ તરીકે ચલાવતો હતો, જ્યાં તેઓ તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના ઓક્સીકોડોન જેવા શક્તિશાળી ઓપીઓઇડ્સનું વિતરણ કરતો હતો. ડૉક્ટર સામે પાંચ આરોપો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ગેરકાયદેસર દવા વિતરણ માટે ત્રણ અને છેતરપિંડી માટે બે આરોપોનો સમાવેશ થાય છે.
ગુરુવારે મેજિસ્ટ્રેટ જજ સમક્ષ હાજર થયા બાદ તેોને નજરકેદ કરવામાં આવ્યો છે. કાલરાને ₹86 લાખના બોન્ડ ભરવાની શરતે મુક્ત કરવામાં આવશે. તેમને દવાની પ્રેક્ટિસ કરવા અને દવાઓ લખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.