જામકંડોરણા તાલુકાના દડવી ખાતે વિનામૂલ્યે નિદાન – સારવાર કેમ્પ યોજાશે

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જામકંડોરણા તાલુકાના દડવી ગામને આયુષ ગ્રામ* તરીકે જાહેર કરાયું છે. આ આયુષ ગ્રામ અંતર્ગત સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી અને સરકારી હોમિયોપેથિક દવાખાનું જામકંડોરણા દ્વારા આગામી તા.૧૬/૦૭/૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી કન્યા શાળા દડવી ખાતે સમસ્ત ગ્રામજનો માટે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

આ કેમ્પમાં ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *