ભાયાવદરમાં રેલવે સ્ટેશન પર આવેલ જાગનાથ વિસ્તારમાં સવારના સમયે પાણીની પાઇપ લાઈન ફાટી જતાં હજારો લીટર પાણીનો બેફામ વેડફાટ થયો હતો. વગર વરસાદે આ વિસ્તાર પાણી પાણી થઇ ગયો હતો. હજુ તો ચોમાસું ચાલે છે એટલે પાણીની એટલી કિંમત પાલિકા સમજતી નથી, જો ઉનાળો હોત તો કેવી હાલત થઇ હોત એ વિચારવા જેવું ખરું!
આ પાણીના બગાડ માટે ત્યાંના રહેવાસીઓએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયમ મુજબ એકાંતરા પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ પાણીની પાઇપ લાઈન જરાક જ લીકેજ બની હતી આથી ચાર વાર નગર પાલિકાના સત્તાધિશોનું ધ્યાન દોર્યું હતું પણ કોઇએ આવવાની કે રીપેર કરવાની તસદી જ લીધી ન હતી અને વધુ વેડફાટ થવા લાગ્યો હતો અને સતત 45 મિનિટ સુધીમાં હજારો લીટર પાણી રોડ રસ્તા ઉપર વહી ગયું હતું અને ખોટી રીતે બેફામ પાણીનો વેડફાટ થઈ ગયો હતો. લાઇન રિપેર નહીં થતાં પાણીનો વેડફાટ થયો હતો