પત્નીના પુરુષ મિત્રએ મારી નાખવાની ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં ગ્રીનપાર્કમાં રહેતા યુવકને તેની પત્ની સાથે ઝઘડો થતા ભક્તિનગર પોલીસ મથકે આવ્યા હતા અને ત્યાંથી સમાધાન કરી પરત ઘેર જતા હતા ત્યારે નીલકંઠ સિનેમા પાસેની શેરીમાં પહોંચતા પત્નીના પુરુષ મિત્રઅે મારી નાખવાની ધમકી આપતા યુવકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છેે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે યુવકની ફરિયાદ પરથી શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રાેડ પર ગ્રીનપાર્કમાં રહેતા અને મજૂરીકામ કરતા ઇમરાનભાઇ યાકુબભાઇ મેતર તેના ઘેર હતા ત્યારે દૂધસાગર રોડ પર રહેતા નદીમ ગફારભાઇ મકવાણા સાથે ફોનમાં વાત કરવા બાબતે ઝઘડો થયો હતો જેથી બન્ને ભક્તિનગર પોલીસ મથકે ગયા હતા અને બાદમાં બન્ને વચ્ચે સમાધાન થઇ જતા ઘેર જતા હતા ત્યારે નીલકંઠ સિનેમાવાળી શેરીમાં પહોંચતા રસ્તામાં આંતરી નદીમે કહેલ કે, કેમ તારી પત્નીને ઝઘડો કરી હેરાન કરે છે. હું તને જોઇ લઇશ કહી મારી નાખવાની ધમકી આપી નાસી જતા તેને લાગી આવતા ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે નદીમ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *