રાજકોટ મનપામાં 825 એપ્રેન્ટિસની ભરતી, 31મી સુધી અરજી કરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસની 825 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં 13થી 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી ઉમેદવાર કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલી 825 જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો www.rmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતીની લાયકાતમાં ઉમેદવારે જે-તે ટ્રેડમાં સરકાર માન્ય આઈટીઆઈમાંથી જ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. એપ્રેન્ટિસ ભરતી માટેની વધુ વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરિટના અગ્રતાક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે, સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરિટ મુજબ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટિસોને તાલીમ માટે રખાશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસિ.મેનેજર, મહેકમ શાખા, રૂમ નં.1, બીજો માળ, રાજકોટ મનપા, ઢેબરભાઈ રોડ, રાજકોટનાં સરનામે રૂબરૂ તા.7 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાના રહેશે. સંબંધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. પસંદગી પામેલાને નિયત થયેલી રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *