રાજકોટ જિલ્લાના લોધિકાના ખીરસરા પાસે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં આઇસરની ઠોકરે લેતા બાઇકસવાર યુવકનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોધિકા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખીરસરા પાસે લોધિકા જવાના રસ્તા પર બેકાબૂ આઇસરે બાઇકને ઠોકરે લેતા ચીભડા ગામે રહેતા દેવાભાઇ નથુભાઇ પરમારને ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
લોધિકા પોલીસ મથકના જમાદાર ગિરીરાજસિંહ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક યુવક છૂટક મજૂરીકામ કરતા હોવાનું અને ચીભડા ગામે પરત જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે.