રાજકોટમાં જૂનમાં સિઝનનો 22 ટકા ઓછો વરસાદ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 6 અને 7 જુલાઈ, 2026ના દિવસે વરસાદથી જળબંબાકાર સર્જાયું હતુ. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં લોકો મેઘમહેરની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે જૂન માસમાં 22 ટકા ઓછો વરસાદ થયો છે.

ગત વર્ષે 23.89 ટકાની સાપેક્ષમાં અત્યાર સુધીમાં સિઝનનો 1.32 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે જુલાઈના પ્રારંભ સુધીમાં ગત વર્ષે 94 ટકાની સામે આ વર્ષે અત્યાર સુધી 24 ટકા જ વાવેતર ખેડૂતો કરી શક્યા છે. જિલ્લાના 27માંથી 10 જળાશયમાં 10 ટકા કે તેથી ઓછો જળ જથ્થો સંગ્રહિત છે. ત્યારે સારું ચોમાસું નહીં જાય તો આગામી ઉનાળામાં રાજકોટવાસીઓને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે.

જૂનમાં મોટાભાગના તાલુકામાં નહીંવત વરસાદ રાજકોટ જિલ્લામાં તમામ 11 તાલુકામાં નહીવત વરસાદ પડ્યો છે. ચાલુ વર્ષે જૂન મહિના દરમિયાન પડધરી, લોધિકા, જસદણ, જામકંડોરણા, ઉપલેટા અને ધોરાજીમાં 0.00 ટકા નોંધાયો છે. રાજકોટ તાલુકામાં 0.92 ટકા, કોટડા સાંગાણી તાલુકામાં 2.53 ટકા, વિછીયા તાલુકામાં 3.87 ટકા, ગોંડલ તાલુકામાં 7.34 ટકા વરસાદ પડ્યો છે. આ સિઝનનો કુલ 1.32 ટકા વરસાદ છે. જ્યારે ગત વર્ષે 2025માં જૂન મહિનામાં સિઝનનો 23.89 ટકા વરસાદ પડી ગયો હતો. જ્યારે ચાલુ વર્ષે જુલાઈ માસમાં રાજકોટના પડધરી તાલુકામાં 6.28 ટકા, લોધિકામાં 21.93 ટકા, જસદણમાં 3.81 ટકા, જામકંડોરણામાં 17.87 ટકા, ઉપલેટામાં 20.59 ટકા,ધોરાજીમાં 34.02 ટકા, જેતપુરમાં 21.16 ટકા, રાજકોટમાં 14.00 ટકા, કોટડાસાંગાણીમાં 17.34 ટકા, વિછીયામાં 6.06 ટકા અને ગોંડલ તાલુકામાં 20 ટકા વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *