બોલેરોમાં 4 પશુને કતલખાને લઇ જતા ત્રણ ઝડપાયા

રાજકોટમાં બોલેરોમાં 4 પશુને કતલખાને ધકેલતા ત્રણ શખ્સોને પકડી પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પરથી બોલેરોમાં પશુ ભરીને કેટલાક શખ્સો કતલખાને લઇ જતા હોવાની માહિતીને આધારે આજી ડેમ પોલીસે કાળીપાટ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરોને અટકાવતા તેને ભગાવતા પોલીસે ઠેબચડા પાસેથી આંતરી શખ્સોની પૂછતાછ કરતા તે ભૂપત પોપટભાઇ પરમાર, ગેલા મારાજભાઇ પરમાર, મુકેશ મારાજભાઇ પરમાર (રહે.વાંકાનેર) હોવાનું જણાવતા પોલીસે તલાશી લેતા બોલેરો પિકઅપ વાહનમાં દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા ચાર બળદ મળી આવતા પશુને મુક્ત કરાવી ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં નાનામવા રોડ પર આંબેડકર ચોક પાસે ભીમનગરમાં રહેતા રવિભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.35) એ પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જમાદાર કિશનભાઇ અજાગિયા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં પોલીસની તપાસમાં મૃતક રિક્ષાચાલક હોવાનું અને ચારેક વર્ષ પૂર્વે તેની પત્નીનું અવસાન થયું હતું અને તેને સંતાનમાં એક પુત્ર છે. પરિવાર બહાર ગયા હોય ઘેર આવી દરવાજો ખોલતા યુવક લટકતો જોવા મળ્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *