નાગેશ્વર સોસાયટીમાં કોલેજિયન યુવકે ફાંસો ખાઇ આપઘાત કર્યો

શહેરમાં જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બિહારના કોલેજિયન યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.

નાગેશ્વર સોસાયટીમાં વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્ના રમાકાંતભાઇ પંડિત (ઉ.20) નામના યુવકે પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહારથી આવી માતા અને બહેને તપાસ કરતાં પુત્રને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. દરમિયાન તેને ઉતારી જાણ કરતા 108ની ટીમે પહોંચી તેને મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *