સગાંસંબંધી પરીક્ષાર્થી હોય તેવા અધિકારી-કર્મીને બોર્ડની પરીક્ષામાં ફરજ નહીં સોંપાય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી લેવાનાર છે. ત્યારે બોર્ડે પરીક્ષા સંબંધિત કામગીરીને લઈને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પરિપત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે, સગાંસંબંધી પરીક્ષાર્થી હોય તેવા અધિકારી-કર્મીને બોર્ડની પરીક્ષામાં ફરજ નહીં સોંપાય.

પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા કોઇપણ અધિકારી કે કર્મચારીના નજીકના સગાઓ એટલે કે પતિ,પત્ની,પુત્ર,પુત્રી,ભાઈ,બહેન,ઓરમાન પુત્ર-પુત્રી,ઔરસ પુત્ર-પુત્રી, સાવકા પુત્ર-પુત્રી કે લોહીના સંબંધ કે વિવાહના સંબંધના કારણે સગપણ ધરાવતા હોય અને ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉપસ્થિત થવાના હોય તેવા અધિકારી કે કર્મચારીને પરીક્ષાલક્ષી કોઇપણ કામગીરી સોંપવી નહીં અને તેની તકેદારી રાખવા જણાવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ જો તેમના નજીકના સગાની વ્યાખ્યામાં આવતા બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના હોય તો તે અંગે બોર્ડને 7 દિવસમાં ઈ-મેલ કરીને જાણ કરવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *