કિટી ક્લબ ઓફ સૌરાષ્ટ્ર દ્વારા તારીખ 24ના રવિવારે બપોરે 3થી 7 વાગ્યા સુધી રેસકોર્સ બાલભવનના હોલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બિલાડી માટે સારસંભાળનો એક સેમીનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનારમાં બિલાડી પાળનારને તથા કેટ લવર્સને તેના ખોરાક, ટ્રેનિંગ, સાર સંભાળ, સાથે મેડિકલ ટ્રીટમેન્ટ વિશે જાણકારી અપાશે. આ સેમિનારમાં ડો. ચિરાગ દવે (અમદાવાદ) અને ડોક્ટર જેનીશ ઉકાણી કેટ માલિકોને તલસ્પર્શી માર્ગદર્શન આપશે.
આ સેમિનારનું વિશેષ આકર્ષણમાં પર્શિયન, બેંગાલ, ઇન્ડિયન કેટ, હિમાલયા કેટ જેવી વિવિધ પ્રજાતિની બિલાડી જોવા મળશે. કાર્યક્રમમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોવાથી દરેક કેટ માલિકોએ 9824907431 ઉપર રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ફી રાખેલ નથી. રાજકોટમાં પ્રથમ વખત બિલાડીની સારસંભાળ માટેનો જાગૃતિ સેમિનાર યોજાશે. જેમાં લોકોને અવનવી પ્રજાતિની બિલાડી જોવા મળશે.