લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આજે તા.3 ઓગસ્ટના રોજ લોકમેળા માટેના વિવિધ પ્લોટના ડ્રો કરાયા હતાં. જેમાં રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી સહિત 130 પ્લોટના ડ્રો કરાયા હતા. હવે તા.4થી 6 ઓગસ્ટ દરમિયાન એકઝીબિશન,યાંત્રિક, આઈસક્રીમ સહિત પ્લોટ માટે ડ્રો યોજાશે.આજે કેટેગરી બી (રમકડા)ના 95 પ્લોટ, કેટેગરી સી (ખાણીપીણી નાની)ના 8 પ્લોટ, કેટેગરી જે (મધ્યમ ચકરડી)ના 3 પ્લોટ તથા કેટેગરી કે (નાની ચકરડી)ના 24 પ્લોટના ડ્રોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
તા.4થી 6ઓગસ્ટ સુધી કેટેગરી એ (એક્ષપો /એકઝીબિશન /વિવિધ શો તેમજ અન્ય પ્રદર્શનો), બી-1 (ખાણીપીણી), ઈ (યાંત્રિક), એફ (યાંત્રિક), જી (યાંત્રિક), એચ (યાંત્રિક) તથા એક્સ (આઈસ્કીમ) માટે હરાજી યોજાશે. હરાજીની કાર્યવાહી મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ) પી.ડી.માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે આવેલ પ્રથમ માળે મીટીંગ હોલ ખાતે, સવારે 11.30 કલાકથી પૂર્ણ થતા સુધી યોજાશે. લોકમેળાની ઉપરોકત હરરાજીમાં અરજી પત્રક ભરનાર અરજદારોએ જ નિયત તારીખ અને સમયે જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું છે.