રાજકોટ આરટીઓ કચેરી દ્વારા જૂન અને જુલાઈ માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 3,900 વાહન ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂ.1.31 કરોડથી વધુની દંડની વસૂલાત કરવામાં આવી છે. જેમાં સર્જતા વ્હાઈટ લાઇટવાળા 726 અને ઓવરલોડ 335 વાહન ચાલકો પકડાયા છે. જેમને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. જુલાઈ માસમાં 4 અંડર એજ વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા છે. જેઓને વ્યક્તિ દીઠ રૂ.2000 નો દંડ કરવામાં આવ્યો છે. જેથી આ તરુણોને વાલીઓ લાયસન્સ વિના વાહન ચડાવવા ન આપે.
રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO ચેકિંગ દરમિયાન વ્હાઇટ એલઈડી લાઈટ, પીયુસી પ્રમાણપત્ર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન અને અન્ય વિવિધ નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
જેમાં જૂન મહિનામાં 1909 કેસમાં રૂ.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 205 વાહન ચાલકો ઝડપાઈ ગયા હતા તો અકસ્માતને નોતરું આપતા ઓવરલોડ 177 વાહન ચાલકો પકડતા તેને રૂ. સૌથી વધુ રૂ.21.74 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય ભયજનક રીતે વાહન ચલાવતા 12 વાહન ચાલકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ ઓવરલોડમાં 177 કેસ કરીને રૂ.21.74 લાખને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો ડ્રાઈવીંગ લાઈસન્સ વગર વાહન ચલાવતા 205 વાહનચાલકોને રૂ.4.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે અંડર ચેઇજ ડ્રાઇવીંગ, બેફામ ઝડપે વાહન ચલાવવું, સ્પીડ ગવર્નર હોય છતા કામ ન કરતું હોય અને મોબાઇલ પર વાત કરતા કોઇ વાહનચાલક ઝપ્ટે ચડયુ ન હતું. તો અન્ય નિયમભંગ બદલ કુલ 82 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.