નિતેશ તિવારીની બહુચર્ચિત અને મહાકાવ્ય આધારિત ફિલ્મ ‘રામાયણ’ને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા છે. બે ભાગમાં રજૂ થનારી આ ફિલ્મનું કુલ બજેટ આશરે ₹4000 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. હાલમાં જ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા સ્ટાર્સની તગડી ફીની વિગતો સામે આવી છે, જે જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે.
રણબીર કપૂર ભગવાન શ્રીરામના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ, રણબીરને આ ડ્યુઓલોજી (બે ભાગ) માટે ૧૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આ તેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો ચેક છે.
‘KGF’ ફેમ સાઉથ સુપરસ્ટાર યશ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે અને સાથે જ તે ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે. રાવણના દમદાર રોલ માટે યશને બંને ભાગ મળીને ૧૦૦ કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.
માતા સીતાની ભૂમિકા ભજવી રહેલી સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ સાઈ પલ્લવીને આ બંને ફિલ્મો માટે 12 કરોડ રૂપિયા મળ્યા છે. સામાન્ય રીતે સાઉથની ફિલ્મો માટે 2થી 3 કરોડ લેતી સાઈ પલ્લવી માટે આ બોલિવૂડ ડેબ્યૂ મોટો જમ્પ સાબિત થયો છે.