અટલ સરોવરને અટલ સિટી નામ આપવા દરખાસ્ત

દેશનાં 100 સ્માર્ટ સિટીમાં રાજકોટનો સમાવેશ કરાયો હતો. જેને લઈને રાજકોટની ભાગોળે 930 એકર જેટલી વિશાળ જગ્યામાં વર્ષ 2019થી સ્માર્ટ સીટીનું કામ ચાલી રહ્યું છે. જેમાં અટલ સરોવરનું ચૂંટણી પૂર્વે ઉદ્ઘાટન બાદ હવે સ્માર્ટ સીટીમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર (આધુનિક માળખાકીયા સુવિધાઓ)નું કામ પૂર્ણ થતા આ આધુનિક સ્માર્ટ સીટીના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. મનપા પદાધિકારીઓએ આ અંગે સરકારને તમામ વિગતો મોકલી આપી છે.

રાજકોટ કોર્પોરેશનનાં ડે. કમિશ્નર સી. કે. નંદાણીનાં જણાવ્યા મુજબ રાજકોટનાં સ્માર્ટ સિટી પ્રોજેકટને દેશના 100 શહેરોમાં સ્થાન મળ્યું છે. જેમાં અત્યાર સુધી ફાળવાયેલા મોટાભાગના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ પૈકી અગાઉ અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર (આધુનિક માળખાકીયા સુવિધાઓ)નું કામ પણ પૂર્ણ થયું છે. જેને લઈને ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. હાલ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમય માંગવામાં આવ્યો છે અને આ સમય મળતાં જ ચાલુ મહિનાનાં અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં તેનું લોકાર્પણ કરી દેવામાં આવે એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *