ક્રિકેટ રમ્યા બાદ ચાર્ટડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ ઠક્કર ઘરે આવી ઢળી પડ્યા

રાજકોટમાં રામાપીર ચોકડી નજીક શાંતિનગર 2ના ગેટ પાસે સનસિટી એન્કલવમાં રહેતાં જીજ્ઞેશ અતુલભાઈ ઠક્કર (ઉ.વ.32) ગઈકાલ રાત્રિના મિત્રો સાથે બોક્સ ક્રિકેટ રમવા ગયાં હતાં. દરમિયાન એસિડિટી થતાં તેઓ ઘરે આવ્યાં હતાં. બાદ રાત્રિના 12.30 વાગ્યાની આસપાસ છાતીમાં દુ:ખાવો થતાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી.

મૃતક જીજ્ઞેશભાઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ હતાં અને તેઓ બે ભાઈ બહેનમાં નાના હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *