ગોંડલના રાવણા ગામ પાસે આવેલા હનુમાન તળાવની પાળીએથી ચાલીને જઇ રહેલા આધેડનો પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, રાવણા ગામે રહેતા બેચરભાઈ નાગાણી સવારે ઘરેથી ખેતરે ખેતી કામ કરવા જતા હતા એ સમયે તળાવના કાંઠે ચાલતી વખતે સેવાળમાં પગ લપસતા ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. બનાવ અંગે રાવણા ગામના સરપંચ વિનુભાઈ પોશિયાએ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર તથા ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને જાણ કરતા તેમણે ફાયર સ્ટાફને જાણ કરી હતી.
ફાયર સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો પરંતુ બેચરભાઈનું ડૂબી જવાથી મૃત્યુ નિપજતાં તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્યસિંહ, સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનોએ રાવણા દોડી જઇ મૃતકનાં પરીવારને સાંત્વના પાઠવી હતી.