આહીર સમાજના યુવા ભાઇઓ તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકીર્દી ઘડી શકે અને તેઓ પણ ઉચ્ચ હોદ્દા પર પહોંચે તેવા હેતુથી પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ., પરીક્ષાઓની તૈયારી માટેના તાલીમ વર્ગ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે આહીર સમાજના ભાઇઓ-બહેનો માટે રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર રામદેવપીર ચોકડી નજીક પરીશ્રમ સ્કુલ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા એડમિશન કાર્ય અને ત્યાર બાદ તાલીમ વર્ગનુ આયોજન કરેલ છે.
આહીર સમાજના યુવાનો માટે પોલીસ કોન્સ્ટેબલ,પી.એસ.આઇ. ભરતી પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગ માટે તા. 15 નવેમ્બર, શુક્રવાર થી 23 નવેમ્બર, શનિવાર સાંજે 6:30 થી 8 દરમ્યાન વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે. ત્યારબાદ 25 નવેમ્બર, સોમવારથી તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે. આ વર્ગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે. ક્રિષ્ના ફાઉન્ડેશન વર્ષ 2013થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં 2100થી વધુ ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાઇને સેવા આપી રહ્યા છે.