જૂનું એક્સેસ લેવા ટ્રાયલ માટે આપવાનું કહી ચોરી કરી નાસી જનાર શખ્સની પોલીસે ચોરાઉ વાહન સાથે ધરપકડ કરી

રાજકોટના રૈયાધાર આશાપુરા ચોક સ્લમ ક્વાર્ટરમાં રહેતાં દિવ્યેશભાઈ કેશાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ RMCમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેમને પોતાનું નવું ખરીદેલ એક્સેસ બાઈક વેંચવા માટે ફેસબુક પર મૂકી જાહેરાત કરેલ હતી. જે જાહેરાત જોઇ આરોપી હિતેષ તા.23.06.2024ના કે.કે.વી. ચોક રીબોકના શો-રૂમ સામે ફરિયાદીને મળી એક્સેસ બાઈક લેવુ હોય તેમ જણાવી આંટો મારતો આવુ તેમ કહી બાઈક લઇ જઇ પરત કરેલ ના હોય જેથી, છેતરપીંડીની ફરીયાદ નોંધાવેલ હતી.

જે ફરિયાદના આધારે તાલુકા પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે 150 ફુટ રીંગ રોડ પરસાણા ચોક પાસે રોડ પરથી ચોરાઉ એક્સેસ બાઈક સાથે હિતેષ રામસીંગ બાંભણીયા (ઉ.વ.34)ને દબોચી છેતરપીંડીના ગુનામાં ફરાર શખસને દબોચી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પોલીસથી બચવા એક્સેસમાંથી નંબર પ્લેટ કાઢી ફેરવતો હતો પરંતુ, તે પોલીસની બાઝ નજરથી બચી શક્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *