લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળશે

રાજકોટ કોર્પોરેશન દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળે અને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી રહે તેવા હેતુથી કાલથી સેવાસેતુ શહેરી કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.24ના રોજ કોઠારીયા મેઇન રોડ પરનાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલમાં બારમા તબક્કાનો સેવાસેતુ યોજાશે. ત્યારબાદ તા.25ના રોજ મોરબી રોડ, તા.28ના રોજ કોઠારીયા ગામ અને તા.1ના રોજ યુનિ. રોડ પર આવેલા કોમ્યુનિટી હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મનપાનાં સેવાસેતુ કેમ્પમાં આધાર નોંધણી અને સુધારા, આયુષ્માન ભારત, હેલ્થ વેલનેસકાર્ડ, લગ્ન, જન્મ-મરણ નોંધણી, રેશનકાર્ડની કામગીરી, પ્રોપર્ટી ટેક્સ, વોટર, ડ્રેનેજ અને વીજ જોડાણની અરજીઓનો સ્થળ પર સ્વીકાર કરાશે. આ ઉપરાંત વિવિધ બેંકિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલા, નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા વિધવા સહાય તેમજ કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાશે. સ્થળ પર નાગરિકો માટે પીવાના પાણી, હેલ્પડેસ્ક અને મેડીકલ ટીમની વ્યવસ્થા પણ રખાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *