વરસાદી માહોલને કારણે બેડી યાર્ડમાં જણસીની આવક ઘટી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને ક્યાંક છૂટોછવાયો તો કયાંક એકધારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની અસર બેડી યાર્ડમાં આવતી જણસી પર પડી છે. વરસાદી માહોલને કારણે યાર્ડમાં મગફળી- કપાસની આવક ઘટી છે. જ્યારે આવકમાં ઘટાડો થયો છે, પરંતુ હવે દિવાળી પર્વ નજીકમાં છે ત્યારે સ્થાનિક માર્કેટથી લઇને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માંગ વધી છે ત્યારે હવે ઘરઆંગણે ખાદ્યતેલના ભાવમા વધ-ઘટ આવે તેવી સંભાવના છે. યાર્ડમાં હાલમાં મગફળીનો ભાવ રૂ.1300ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે કપાસના ભાવે રૂ.1600ની સપાટી કુદાવી છે.

બેડી યાર્ડમાં ગત સપ્તાહના અંતમાં કપાસની આવક 3 હજાર ક્વિન્ટલ થઇ હતી. જેનો ભાવ રૂ.1360થી 1660 સુધી બોલાયો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર જો વાતાવરણ ચોખ્ખું થશે તો તહેવાર પૂર્વે આવક વધવાની સંભાવના છે. ખેતર-ગામડેથી લઈને ખેડૂતો જણસી લઇને આવે તો વરસાદમાં પલળી જવાનો ભય રહે તે માટે ખેડૂતોએ હાલમાં વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. તેમજ વરસાદી માહોલને કારણે ખેડૂતોને પોતાની જણસી ઢાંકીને જ લાવવા માટે સૂચના આપવામાં આવી છે.અા સિવાય કાળા તલની આવક 110 ક્વિન્ટલ નોંધાઈ હતી. જેનો ભાવ અત્યારે 2800થી લઇને 3690 સુધી નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *