DDOએ મોવિયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કર્યા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા મોવિયા ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ગંભીર ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ અને પંચાયતી રાજના નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા પંચાયતના સ્વભંડોળમાંથી નિયમોને નેવે મૂકીને ખાનગી સંસ્થાઓને લાખો રૂપિયાની સખાવતો અને દાન આપવામાં આવ્યું હોવાનું સત્તાવાર તપાસમાં સાબિત થયું છે.

પંચાયતના ભંડોળનો આ પ્રકારે મનસ્વી અને ગેરકાયદેસર ઉપયોગ કરીને કુલ રૂ. 14.50 લાખના નાણાકીય વ્યવહારોમાં વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પ્રશાસનના ધ્યાને આવ્યું હતું. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કંચનબેન ખૂંટને સરપંચ પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પંચાયતની તિજોરીમાંથી રૂ. 12,50,000ની માતબર રકમનું દાન ખેરાતની જેમ આપી દીધું પ્રાપ્ત વિગત મુજબ મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ કંચનબેન ખૂંટ દ્વારા પંચાયત સભાના સત્તાવાર એજન્ડામાં કોઈ પણ પ્રકારની પૂર્વ ચર્ચા કર્યા વગર, સાથી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈપણ યોગ્ય વહીવટી પ્રક્રિયાનું પાલન કર્યા વિના મનઘડત નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને ગુજરાત પાટીદાર ગૌ સેવા જીવ દયા નામની એક ખાનગી પાંજરાપોળને પંચાયતની તિજોરીમાંથી રૂ. 12,50,000ની માતબર રકમનું દાન ખેરાતની જેમ આપી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *