સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાડીપૂર અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના જોરદાર પ્રવાહમાં હજારો વાહનો ફસાયા હતા, જેના કારણે અનેક વાહનચાલકોની નંબર પ્લેટો તૂટીને કે તણાઈને કિલોમીટરો દૂર સુધી પહોંચી ગઈ હતી. નંબર પ્લેટ ખોવાઈ જવાને કારણે વાહનચાલકો આરટીઓના ધક્કા અને દંડની ચિંતામાં હતા. આવી કપરી પરિસ્થિતિમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ શ્રમિકે પ્રમાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ફૂટપાથ પર રહેતા ગૌતમભાઈએ 50 નંબર પ્લેટો ભેગી કરી જહાંગીરપુરા બોટનિકલ ગાર્ડન પાસે ફૂટપાથ પર રહીને અને ભંગાર વીણીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગૌતમભાઈ શાંતિભાઈ દેવીપૂજકે પૂરના પાણી ઓસર્યા બાદ અનોખી સેવા શરૂ કરી છે. ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ દરમિયાન અહીં રસ્તા પર કમરતોડ પાણી ભરાઈ ગયું હતું. પાણીની વચ્ચેથી પસાર થતી ગાડીઓ એકબીજા સાથે અથડાતી અને ધક્કા-મુક્કી થતી હતી, જેના કારણે વાહનોની નંબર પ્લેટો તૂટીને પાણીમાં પડી જતી હતી.
જાગૃત યુવાન વિવેકે સોશિયલ મીડિયા પર રીલ બનાવી વાઇરલ કરી આ રસ્તા પરથી અવારનવાર પસાર થતા સુરતના જાગૃત યુવાન વિવેક અશોકભાઈ ભવાનીયાની નજર જ્યારે ગૌતમભાઈ અને તેમની પાસે રહેલી નંબર પ્લેટોના ઢગલા પર પડી, ત્યારે તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો.