રાજકોટ યુનિટ દ્વારા નેચરોપેથી નિષ્ણાંત અકબર પટેલના માર્ગદર્શન અને જહેમતથી બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન રાજકોટ ખાતે તા: 2 ઓકટોબરના બુધવારે સવારે 10થી 1:30 કરાયુ છે. કેમ્પમાં નિષ્ણાંત ડો. વિશાખા ખેરડીયા- એમ.ડી. (પંચકર્મ) નિ:શુલ્ક સેવા આપશે. બહેનોને નારાયણી આયુર્વેદ ચિકિત્સાલય, 113-મારૂતિનંદન કોમ્પ્લેક્ષ, ગેલેકસી હોટેલ સામે, જવાહર રોડ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવુ. ડો. વિશાખા ખેરડીયા- એમ.ડી. (પંચકર્મ) નિષ્ણાંત કેમ્પમાં માસિકની અનિયમીતતા, માસિક વધારે આવવું, અથવા બહુ ઓછું આવવું, અંડાશયમાં ગાંઠ, પી.સી.ઓ.ડી., સફેદ પાણી પડવા, સ્તન રોગો, ગર્ભપાત થવું, નિ:સંતાનપણું, પુરૂષોમાં શુક્રાણુ સંબંધિત તકલીફો, મેનોપોઝ અવસ્થા પહેલા અને તે દરમ્યાન થતી તકલીફો અંગે નિ:શુલ્ક નિદાન કરી આપશે.